અમરેલી જિલ્લામાં ત્રણ સ્થળેથી દેશી દારૂ પકડાયો હતો. જેમાં ડેડાણ ગામે સ્મશાન પાસેથી ૬ લીટર, વઢેરા બસ સ્ટેશન પાસેથી ૧ લીટર,સાવરકુંડલામાં મહુવા રોડ સર્કિટ હાઉસ પાસેથી ૨ લીટર મળી કુલ ૯ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૧૦ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.










































