રાજસ્થાનના પુષ્કરમાં ફરવા ગયેલા ગુજરાતી યુવકના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. વલસાડના પાટીદાર યુવક ઋત્વિક પટેલનો મૃતદેહ જંગલમાં વૃક્ષ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઋત્વિક પટેલ બસમાં અનેક મુસાફરો સાથે પુષ્કર ફરવા ગયો હતો. ત્યારે પાટીદાર યુવકે આવું પગલું કેમ ભર્યું તે તપાસનો વિષય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુષ્કરના જંગલમાં એક યુવકનો મૃતદેહ વૃક્ષ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ પુષ્કરના બાંગડ સ્કૂલની સામે રેતીલા વૃક્ષોમાં લટકતો મળ્યો હતો. જેના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારી વિક્રમસિંહ રાઠોડ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મૃતદેહનો કબજા લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે ઘટના સ્થળ પર ફોરેન્સિકની ટીમને બોલાવી હતી. એફએસએલની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, મૃતક યુવકની ઓળખ વલસાડ નિવાસી અનિલભાઈ પટેલના પુત્ર ઋત્વિક પટેલ તરીકે થઈ છે.
પોલીસે પરિવારજનો અને અન્ય યાત્રીઓ સાથે પૂછપરછમાં સામે આવ્યું કે, ઋત્વિક પટેલ કેટલાક લોકો સાથે મળીને પુષ્કર ફરવા આવ્યો હતો. ઋત્વિક પટેલ અચાનક રાતે અમારા ગ્રુપમાંથી ગાયબ થઈ ગયો હતો. બધુ શોધ્યા બાદ પણ તે ક્યાય મળ્યો ન હતો. તેથી મુસાફરોએ તેના ગુમ થવાનો રિપોર્ટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો. જેના બાદ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા,
હાલ ઋત્વિક પટેલે કેમ આપઘાત કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસ પણ આત્મહત્યા અને હત્યાના આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. હાલ ઋત્વિક પટેલના પરિવારને જાણ કરી દેવાઈ છે.