ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામમાં મધરાતે સિંહણે ગાયનું મારણ કરતાં ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. જંગલ બોર્ડર નજીક આવેલ ગામમાં સિંહણ રહેણાક વિસ્તારમાં ઘૂસી આવી અને ‘ગોંદરા’ વિસ્તારમાં ગાયને નિશાન બનાવી શિકાર કર્યો હતો. સિંહણ કલાકો સુધી રોડ પર જ બેસીને શિકારની મિજબાની માણતી રહી હતી.આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભય વ્યાપ્યો છે. લોકો વન વિભાગ પાસે પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માગ કરી રહ્યા છે.











































