છત્તીસગઢમાં હવે સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સરકારે યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની સમિતિની રચનાને મંજૂરી આપી.
રાયપુરના મહાનદી ભવન ખાતે મંત્રી પરિષદના ખંડમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના પ્રસ્તાવો અને યોજનાઓની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. અંતે,યુસીસીનો ડ્રાફ્ટ બનાવવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
સમાન નાગરિક સંહિતાનો અર્થ એ છે કે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતના અધિકારો જેવી વ્યક્તિગત બાબતોમાં દેશના તમામ નાગરિકોને સમાન કાયદો લાગુ થવો જાઈએ. હાલમાં, ભારતમાં, આ બધી બાબતો વિવિધ ધર્મોના અંગત કાયદાઓ દ્વારા સંચાલિત થાય છે. યુસીસી લાગુ થયા પછી, બધા ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે.
જા છત્તીસગઢમાં યુસીસી લાગુ કરવામાં આવે છે, તો હિન્દુ લગ્ન અધિનિયમ, મુસ્લિમ પર્સનલ લો અને ખ્રિસ્તી લગ્ન અધિનિયમ જેવા ધર્મ આધારિત કાયદાઓનું સ્થાન એક સમાન કાયદો લેશે. આનાથી મિલકત અને વારસાના મામલામાં મહિલાઓને પુરુષો સાથે સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. હાલમાં, ગોવા, ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યોએ ભારતમાં યુસીસી લાગુ કર્યું છે. છત્તીસગઢ હવે આ દિશામાં આગળ વધી રહ્યું છે. નિષ્ણાત સમિતિની રચના પછી,યુસીસીનો વિગતવાર ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેને કેબિનેટ અને વિધાનસભામાં રજૂ કરી શકાય છે. કાયદો લાગુ થયા પછી જ તેને રાજ્યમાં લાગુ કરવામાં આવશે.
વિષ્ણુ દેવ સાંઈ મંત્રીમંડળના મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે તેમાં મહિલાઓના નામે જમીન નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં ૫૦% મુકત.,સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને તેમની વિધવાઓ માટે ૨૫ લાખ સુધીની મિલકત ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાં ૨૫% મુકત, ઔદ્યોગિક જમીન અને મકાન વ્યવસ્થાપન નિયમો ૨૦૧૫ માં સુધારા ઉદ્યોગો માટે લોન અને રોકાણ માટે નવા માર્ગો ખોલશે, સરકારી સાહસો માટે રેતીની ખાણો અનામત રાખવાનો નિર્ણય, પુરવઠા સંકટને દૂર કરવાનો પ્રયાસ, ગૌણ ખનીજ નિયમો ૨૦૧૫ માં સુધારા, ગેરકાયદેસર ખાણકામ માટે દંડ ૨૫,૦૦૦ થી વધારીને ૫ લાખ.,ડેરી પશુ પુરવઠા યોજના હવે તમામ સામાજિક વર્ગોને લાગુ પડે છે. પશુ રસીકરણ માટે ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ પાસેથી સીધી રસી ખરીદવાની પરવાનગી, મધ્યપ્રદેશથી પેન્શન ફંડમાં ૧૦,૫૩૬ કરોડ પરત કરવા સંમતિ; છ હપ્તામાં ચુકવણી કરવામાં આવશે.
છત્તીસગઢમાં યુસીસી સમિતિ બનાવવાના નિર્ણય પર કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે પીસીસી મીડિયા ચેરમેન સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યું હતું કે વિષ્ણુદેવ સાંઈ સરકાર લાગુ કરીને રાજ્યમાં આદિવાસી લોકોના અધિકારોમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે છત્તીસગઢમાં પહેલાથી જ પીઇએસએ કાયદો અને પાંચમી અનુસૂચિ લાગુ છે, તેથી યુસીસી લાગુ કરવાનું કોઈ વાજબી કારણ નથી. ઉદ્યોગપતિ મિત્રો તેને દૂર કરશે.







































