૧૫મી એપ્રિલ ‘વિશ્વ કલા દિવસ’ નિમિત્તે સાવરકુંડલામાં કલાત્મક માહોલ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ ગુરુકુલના નિવૃત્ત ચિત્રકલા નિષ્ણાંત યોગેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ ડાભી બંસી, ત્રિવેદી ચાર્મિ અને ચૌહાણ કાવ્યાએ આકર્ષક ચિત્રો તૈયાર કર્યા હતા.૨૦૧૨થી શરૂ થયેલી આ વૈશ્વિક ઉજવણીનો હેતુ કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ ઉભરતા કલાકારોએ પોતાની કલ્પનાશક્તિથી તૈયાર કરેલી
કૃતિઓને કલાપ્રેમીઓએ બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.










































