જાફરાબાદ તાલુકાના વડલી ગામે આજે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ગામના સરવૈયા મિત્ર મંડળ યુવા ગ્રુપ તથા સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ પી. પી. રાઠોડે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે વક્તા સ્વરાબેન વાણવી, મનાલીબેન અને પ્રોફેસર ડો. પટેલે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. મંચસ્થ મહેમાનોમાં જેઠાબાપા જોગડીયા, સી. એલ. પરમાર, પી.એસ.આઈ. આર. આર. ગળચર, સરપંચ પ્રતિનિધિ પાંચાભાઇ, તલાટી મંત્રી કલ્પેશ મકવાણા, એડવોકેટ હરેશભાઈ બામણીયા, શિક્ષક ભીખુભાઈ પરમાર, શિક્ષક વાંઝાભાઇ તથા ડો. દાફડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ઉજવણીના ભાગરૂપે ડી.જે.ના તાલે ગામની શેરીઓમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘જય ભીમ’ના નારા સાથે સમગ્ર વાતાવરણ ભીમમય બન્યું હતું.