દામનગર ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે “સંવિધાનનું આચરણ જ રાષ્ટ્રની સૌથી મોટી સેવા છે” તેવા સંદેશ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. શહેરના ડા. આંબેડકર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ પાલિકા પ્રમુખ ગોબરભાઈ, કૌશિકભાઈ બોરીચા અને મુકેશભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા અને રાષ્ટ્રભક્તિનો પરિચય આપ્યો હતો.










































