તાજેતરમાં સંગીત સમ્રાજ્ઞી આશા ભોંસલેજીના અવસાનથી કલા જગતમાં ઊંડો શોક વ્યાપ્યો છે. સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલના સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાએ આશાજી સાથેની જૂની યાદો તાજી કરી ભાવભીની અંજલિ અર્પી છે. પ્રસિદ્ધ ગાયક સ્વ. પ્રાણલાલ વ્યાસના ભાણેજ સંજયભાઈએ ૧૯૭૨ના ઐતિહાસિક રેર્કોડિંગની તસવીર શેર કરતા જણાવ્યું કે, મુંબઈના સ્ટુડિયોમાં આશાજી અને પ્રાણલાલ વ્યાસના સંગમની એ ક્ષણો સંગીત ઇતિહાસનો સુવર્ણ કાળ હતી. આશાજીનો પવિત્ર સાદ અને ગુજરાતી ગીતોની મીઠાશ સંગીતપ્રેમીઓના હૈયામાં સદાય જીવંત રહેશે.










































