સમગ્ર દેશની સાથે અમરેલી જિલ્લાના વડિયામાં પણ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર વદ અગિયારસના પવિત્ર દિવસે વડિયાના કૃષ્ણપરા સ્થિત ‘મોટી હવેલી’ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું. આ અવસરે હવેલીના મેદાનમાં બપોરે ૪ઃ૦૦ વાગ્યાથી ભવ્ય વર્ણાગી, નંદ મહોત્સવ અને રાસ-કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. વડિયા પંથકના અસંખ્ય વૈષ્ણવ ભક્તો આ મહોત્સવમાં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.










































