અમરેલીના આંગણે સૌપ્રથમવાર સૌરાષ્ટ્ર અને કચ્છનો સૌથી વિશાળ કૃષિ મેળો યોજાઈ રહ્યો છે જે ખેડૂતો માટે આધુનિક યુગના દ્વાર ખોલશે. આ મેળામાં ૧૫૦થી વધુ નામાંકિત એગ્રીકલ્ચર કંપનીઓ પોતાના સ્ટોલ દ્વારા અત્યાધુનિક સાધનો અને ડિજિટલ ટેકનોલોજીનું પ્રદર્શન કરશે. જગતનો તાત ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવી શકે અને પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરે તેવો ઉમદા હેતુ આ આયોજન પાછળ રહેલો છે. પ્રકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન પૂરું પાડતા આ મેળામાં ખેડૂત પુત્રોને કૃષિ ક્રાંતિની નવી દિશા મળશે. વર્ષ ૨૦૨૬માં ગુજરાતના આ સૌથી મોટા આયોજન દ્વારા ખેડૂતો કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બની પોતાનું નામ રોશન કરશે અને નવીનતમ પધ્ધતિઓથી વાકેફ થશે.






































