છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા આફતના વરસાદે સમગ્ર ગુજરાતને જળબંબાકાર કરી દીધું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે રાજ્ય માટે વધુ એક ગંભીર ચેતવણી જારી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં એકસાથે મલ્ટીપલ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું સંકટ ઘેરાયું છે.
રેડ એલર્ટઃ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અત્યંત આફતજનક અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, નવસારી, વલસાડ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૧૫ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.
૨૫ જુલાઈ (શનિવાર) – ઓરેન્જ એલર્ટઃ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે અન્ય ભાગોમાં ૩૦-૪૦ કિમી/કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ.








































