અમરેલી જિલ્લામાં પોલીસે પાંચ સ્થળેથી દેશી દારૂ જપ્ત કર્યો હતો. ઈશ્વરીયા-વરસડા રોડ ઈન્ડિયન મીલ પાસેતી ૮ લીટર, વરસડા ગામે ડેમના પાળા પાસેથી ૫ લીટર, સાવરકુંડલામાં દેવળા ગેઈટ વિસ્તામાં ગાંધી ચોક પાસેથી ૫ લીટર, અમરેલીમાં સુળીયાટીંબા પાસેથી ૭ લીટર અને અમરેલી ફતેપુર રોડ હુડકો પાસેથી એક મહિલાના રહેણાંક મકાનેથી ૨ લીટર દેશી દારૂ પકડાયો હતો. અમરેલીમાં ધારી રોડ સધરાજકના કારખાના પાસેથી દેશી દારૂ બનાવવાનો ૨૯૦ લીટર આથો પકડાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૮ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.











































