ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામ નજીક આવેલા વાંકુની ધાર પંચમુખી હનુમાનજી મંદિરે ૨૯ જુલાઈએ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. મહંત રામ બાલકદાસ બાપુ અને કરુણાનિદાનદાસ બાપુના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાશે. અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ મનિન્દરજીત સિંહ બીટા વિશેષ અતિથિ રહેશે. સવારે ગુરુ પૂજન, ગુરુ ધારણા અને યજ્ઞ બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે.