દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં વિકટ પરિÂસ્થતિ ઊભી કરી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજે સવારે ૬ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં અંદાજે ૩૬ ઇંચ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. આ વરસાદ રાજ્યના સૌથી વધુ વરસાદી વિસ્તારોમાંનો એક ગણાઈ રહ્યો છે.ઉમરગામ ઉપરાંત કપરાડામાં અંદાજે ૨૯ ઇંચ, નાનાપોંઢામાં ૨૫.૩૧ ઇંચ, ધરમપુરમાં લગભગ ૨૦ ઇંચ, પારડીમાં ૧૮ ઇંચ, વાંસદામાં ૧૭ ઇંચ, વાપીમાં ૧૬.૨૬ ઇંચ અને વલસાડ શહેરમાં લગભગ ૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન ખોરવાયું છે.ભારે વરસાદની પરિÂસ્થતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વહીવટી તંત્રને મદદરૂપ થવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી , આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ વરિષ્ઠ સચિવોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા છે. રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં પણ વાલી સચિવોની તૈનાતી કરવામાં આવી છે.
વલસાડ સિવાય તાપી, ડાંગ, નવસારી અને સુરત જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદા, મહિસાગર અને ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ અને પૂર જેવી Âસ્થતિને કારણે જિલ્લા વહીવટીતંત્રે ૨૩ જુલાઈના રોજ તમામ ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો આદેશ કર્યો છે. ફેક્ટરી સંચાલકોને કામદારોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓ માટે જરૂરી સ્ટાફને જ સલામતીના નિયમો સાથે કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જિલ્લા તંત્રે તમામ ઔદ્યોગિક એકમોને જાખમી રસાયણો, મશીનરી, ઇલેક્ટ્રીકલ સિસ્ટમ અને અન્ય મહત્વપૂર્ણ સાધનોને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ આદેશનો તાત્કાલિક અમલ શરૂ કરવામાં આવ્યો છે.ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ આવતા કુલ ૪૭ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ૨૩ જુલાઈ સવારે ૮ વાગ્યે જાહેર કરાયેલા માર્ગોની સ્થિતિ અનુસાર તમામ રસ્તાઓ વરસાદના કારણે અવરોધિત છે, જેના કારણે અનેક ગામો વચ્ચેનો સંપર્ક પણ પ્રભાવિત થયો છે.









































