રાજકોટ જિલ્લામાં આખરે મેઘરાજાએ મન મૂકીને વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. મોડા વરસાદના કારણે ચિંતામાં મુકાયેલા ખેડૂતોને હવે મોટી રાહત મળી છે. જ્યાં થોડા દિવસ પહેલાં વરસાદના અભાવે પાક સુકાવાની ભીતિ હતી, ત્યાં હવે ખેતરોમાં હરિયાળી ફરી ખીલી ઉઠી છે. મોડા વરસાદ બાદ ખેડૂતો ફરી ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે અને સારા ઉત્પાદનની આશા વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત નિરાશાજનક રહી હતી. જૂન અને જુલાઈ દરમિયાન વરસાદ ઓછો પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અનેક વિસ્તારોમાં મોડું વાવેતર થયું હતું તો ક્યાક ખેડૂતો વરસાદની રાહ જાઈને બેઠા રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લામાં સારો વરસાદ પડતાં સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ છે. ખેતરોમાં પૂરતો ભેજ સર્જાયો છે અને જ્યાં વાવેતર બાકી હતું ત્યાં ખેડૂતો હવે ઝડપથી વાવેતર પૂર્ણ કરી રહ્યા છે. અગાઉ વાવેલા કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકમાં પણ ફરી વિકાસ જોવા મળી રહ્યો છે. વરસાદથી સૂકાઈ રહેલા છોડમાં નવજીવન આવ્યું છે અને ખેડૂતોના ચહેરા પર ફરી સ્મિત પરત ફર્યું છે.
મોડા વરસાદનો સૌથી મોટો ફાયદો કપાસના પાકને થયો છે. વરસાદના કારણે હજુ પણ કપાસનું વાવેતર શક્્ય બનતાં ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. બીજી તરફ અગાઉ જે પાકને બચાવવા માટે ખેડૂતો બોર અને કૂવાના પાણીથી સિંચાઈ કરી રહ્યા હતા, તેમને હવે કુદરતી પાણીનો સહારો મળ્યો છે. ખેતરોમાં ભેજ વધતાં પાકનો વિકાસ પણ ઝડપી બન્યો છે. ખેડૂતોનું માનવું છે કે જા આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ સિઝનમાં સારા ઉત્પાદનની આશા વધી જશે. વરસાદના કારણે સમગ્ર ખેતી ક્ષેત્રમાં ફરી એકવાર આશાનું વાતાવરણ સર્જાયું છે.
રાજકોટ જિલ્લામાં વરસાદ બાદ વાવેતરની સ્થિતિમાં પણ સુધારો નોંધાયો છે. જિલ્લામાં કુલ અંદાજે ૯૫ ટકા જેટલું વાવેતર પૂર્ણ થયું છે. તાલુકાવાર વાત કરીએ તો પડધરી તાલુકામાં સૌથી વધુ ૯૯ ટકા વાવેતર નોંધાયું છે. જ્યારે ગોંડલ, જેતપુર, કોટડા સાંગાણી, ઉપલેટા અને વિંછીયા તાલુકામાં પણ ૯૫ ટકાથી વધુ વાવેતર પૂર્ણ થયું છે. ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં પણ મોટાભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ સૌથી ઓછું વાવેતર જસદણ તાલુકામાં નોંધાયું છે, જ્યાં વરસાદ મોડો પડવાના કારણે ખેડૂતોને વાવેતરમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. જાકે તાજેતરના વરસાદ બાદ અહીં પણ ખેડૂતો ઝડપથી વાવેતર પૂર્ણ કરવામાં વ્યસ્ત બન્યા છે. હવે જા આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો તમામ વિસ્તારોમાં પાકનો વિકાસ વધુ સારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૮૭ ટકા વાવેતર પૂર્ણ થયું છે. તાલુકાવાર વાત કરીએ તો સૌથી ઓછું વાવેતર જસદણ તાલુકામાં ૭૬ ટકા નોંધાયું છે, જ્યારે રાજકોટ તાલુકામાં ૭૯ ટકા અને ધોરાજી તાલુકામાં ૮૧ ટકા વાવેતર થયું છે. જામકંડોરણા તાલુકામાં ૮૬ ટકા અને ઉપલેટા તાલુકામાં ૮૭ ટકા વાવેતર નોંધાયું છે. વિંછીયા અને કોટડા સાંગાણી તાલુકામાં ૯૧-૯૧ ટકા જ્યારે ગોંડલ અને જેતપુર તાલુકામાં ૯૨-૯૨ ટકા વાવેતર પૂર્ણ થયું છે. સૌથી વધુ વાવેતર પડધરી તાલુકામાં ૯૫ ટકા નોંધાયું છે. મોડા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વાવેતરની ગતિ તેજ બની છે અને આગામી દિવસોમાં અનુકૂળ વરસાદ ચાલુ રહેશે તો બાકી રહેલું વાવેતર પણ પૂર્ણ થવાની શક્્યતા છે.
આ વર્ષે વરસાદ મોડો પડવાના કારણે રાજકોટ જિલ્લામાં વાવેતર પર પણ તેની અસર જાવા મળી હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૮૭ ટકા વાવેતર નોંધાયું છે, જે કુલ ૪,૫૬,૨૯૦ હેક્ટર વિસ્તારમાં થયું છે. તેમાં સૌથી વધુ ૨,૯૭,૪૮૪ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જ્યારે ૯૮,૩૯૪ હેક્ટરમાં કપાસ, ૩૧,૬૩૨ હેક્ટરમાં સોયાબીન અને ૨૮,૭૮૦ હેક્ટરમાં અન્ય પાકોનું વાવેતર થયું છે. તેની સરખામણીએ ગયા વર્ષે આ સમય સુધીમાં જિલ્લામાં ૯૫ ટકા વાવેતર પૂર્ણ થયું હતું અને કુલ ૫,૦૬,૪૮૨ હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર થયું હતું. જેમાં ૩,૨૯,૦૦૦ હેક્ટરમાં મગફળી, ૧,૧૮,૬૦૦ હેક્ટરમાં કપાસ, ૨૩,૦૦૦ હેક્ટરમાં સોયાબીન અને ૩૫,૮૦૦ હેક્ટરમાં અન્ય પાકોનું વાવેતર નોંધાયું હતું. જાકે તાજેતરમાં પડેલા સારા વરસાદ બાદ ખેડૂતોમાં ફરી આશા જાગી છે અને ખેતીની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.










































