SGFI-70 અંતર્ગત સાવરકુંડલા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વંડાની પી.પી.એસ. હાઇસ્કૂલની અંડર-૧૭ ભાઈઓની ટીમે ભાગ લીધો હતો. આટીમે સાવરકુંડલા તાલુકા કક્ષાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે. ખેલાડીઓની આ સિધ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણે તમામ ખેલાડી ભાઈઓને મુબારકબાદી પાઠવી હતી. સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ શાળાના પી.ટી. શિક્ષકની કામગીરીને બિરદાવી હતી. હવે આ ટીમ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.