અમરેલી ખાતે GUJCOST,DST અને નેશનલ કાઉન્સિલ આૅફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બાલ ભવન-અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘નેશનલ સાયન્સ સેમિનાર’ યોજાયો, જેમા “ભારતીય ઊર્જા બાસ્કેટ ૨૦૪૭- સંભાવનાઓ અને પડકારો” વિષય પર ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે.વી. મોદી હાઈસ્કૂલ સાવરકુંડલાના મકવાણા પ્રિન્સે પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ.