અમદાવાદના સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે ૨ દિવસીય હોસ્પિકા ગુજરાત હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર એક્સપો’નું આયોજન કરવામાં આવ્યું છે, જેના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને સમુદાય સેવામાં યોગદાન આપનાર કુલ ૨૦ સંસ્થાઓ અને તબીબી અગ્રણીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડા. રાકેશ જાશી, પૂર્વ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડા. એમ. એમ. પ્રભાકર તેમજ ડા. અભિજીત સાલુંકે સહિતના અગ્રણીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસને લઈને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘હેલ્થકેર ફોર ઓલ’ના અભિગમ સાથે સૌના આરોગ્યની ચિંતા કરી છે અને તેને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનનો હોલિસ્ટિંક હેલ્થકેર પર વિશેષ ભાર રહ્યો છે, જેમાં યોગ, કસરત, સ્વચ્છતા અને રોગોની વહેલી ઓળખને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
રાજ્યની આરોગ્યલક્ષી સિદ્ધિઓ વર્ણવતા મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે ગુજરાતમાં આરોગ્ય કેન્દ્રોથી લઈને ૧૧,૦૦૦થી વધુ આરોગ્ય સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર્દીઓની સુવિધા માટે રાજ્યભરમાં કીમોથેરાપી અને ડાયાલિસિસ સેન્ટરો શરૂ કરાયા છે, જ્યારે આયુષ્માન કાર્ડના માધ્યમથી લાભાર્થીઓને ?૧૦ લાખ સુધીની મફત સારવારનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં મેડિકલ કોલેજાની સંખ્યા ૯થી વધીને ૪૩ થઈ છે અને ન‹સગ ક્ષેત્રે અંદાજે ૫૯,૯૦૦ બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને સસ્તી સારવાર પર સરકારનું વિશેષ ધ્યાન છે, જેના પરિણામે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો પણ વ્યાપ વધ્યો છે. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં આ પ્રકારના આરોગ્યલક્ષી આયોજનો અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપશે.




































