અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરકારની નવી સિરીઝ GJ 14 BL, BG અને BD (૦૦૦૧ થી ૯૯૯૯) માટે ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા વાહન માલિકો તા. ૦૧/૦૫/૨૦૨૬ થી ૦૩/૦૫/૨૦૨૬ દરમિયાન ‘પરિવહન’ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરી શકશે. બિડિંગનો સમયગાળો તા. ૦૩/૦૫/૨૦૨૬ થી ૦૫/૦૫/૨૦૨૬ સુધી રહેશે અને તેનું પરિણામ તા. ૦૫/૦૫/૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે. સફળ અરજદારે પાંચ દિવસમાં બાકીના નાણાં ઓનલાઈન ચૂકવવાના રહેશે, અન્યથા ભરેલી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. વાહન ખરીદીના સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરવું ફરજિયાત છે. હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને નિયમ મુજબ તેમના નાણાં પરત કરી દેવામાં આવશે.
વાહન માલિકોએ ઇનવોઇસ અથવા વીમાની તારીખના સાત દિવસમાં જ આ પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે.









































