ધારીના શેલ ખંભાળિયા ગામના ખેડૂતને માથામાં કુહાડીનો ઘા મારીને જાનથી મારવાની ધમકી અપાઈ હતી. આ અંગે રાજુભાઈ વિરકુભાઈ વાળા (ઉં.વ. ૩૫)એ સુરેશભાઈ અનકભાઈ ધાખડા (રહે. વાવડી) તથા તેમના જ ગામના આણંદુભાઈ આપાભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ દારૂની બાતમી આપતા હોવાની આરોપીઓને શંકા હતી. જે અંગેનું મનદુઃખ રાખી સુરેશભાઈ ધાખડાએ ભૂંડી ગાળો આપી હતી, જ્યારે આણંદુભાઈ વાળાએ કુહાડી વડે માથાના ભાગે બે ઘા મારી ઈજા પહોંચાડી હતી. બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપભાઈ અમરૂભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.