રાપર તાલુકાના ભીમાસર ખાતે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રામજીભાઈ સોલંકી સહિત સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો જોડાયા હતા. કાર્યક્રમમાં સમાજની એકતા, ભાઈચારો, સંસ્કાર અને સર્વાંગી વિકાસનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાંસદે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.









































