ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના રિખનીખાલ વિસ્તારમાં એક વાહન ખાડામાં પડતાં સાત લોકો માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. આ અકસ્માત રિખનીખાલમાં કલવાડી નજીક થયો, જ્યારે કાર ભાંગલવાડ ગામ તરફ જઈ રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિતી મળતાં જ ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પોલીસને રવાના કરવામાં આવી હતી. સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે પાંચ ઘાયલોને સારવાર માટે હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોની સ્થિતિ અંગે વધુ માહિતીની રાહ જાવાઈ રહી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓમાં પહોંચાડવા નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રીએ ‘ઠ’ પર લખ્યું, “કલવાડી, રિખનીખાલ, પૌરી ગઢવાલમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતના સમાચારથી ખૂબ જ દુઃખ થયું.” તેમણે કહ્યું, “આ હૃદયદ્રાવક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ ઊંડી ખોટ સહન કરવાની શક્તિ આપે.”
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “મેં જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા, રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા અને ઘાયલોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. મેં એ પણ નિર્દેશ આપ્યો છે કે ગંભીર રીતે ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓમાં એરલિફ્ટ કરવામાં આવે.” મુખ્યમંત્રી ધામીએ તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના પણ કરી.
પીએમ મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. ટ્વીટર પર એક પોસ્ટમાં, પીએમઓએ કહ્યું, “ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવવાના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને પીએમએનઆરએફ તરફથી ૨ લાખની સહાય મળશે. ઘાયલોને ૫૦,૦૦૦ મળશે.”
આ ઘટના ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં થયેલા દુઃખદ બસ અકસ્માતના થોડા દિવસો પછી બની છે. હરિદ્વારથી ચમોલી/જાશીમઠ/બદ્રીનાથ જતી એક પેસેન્જર બસ આજે વહેલી સવારે ગુલર બ્રિજ પાસે ૧૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં આઠ લોકોના મોત થયા હતા અને આશરે ૨૫-૨૬ લોકો ઘાયલ થયા હતા.