ઉના તાલુકાના મોઠા ગામે તા. ૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ સ્વામી શ્રી મુક્તિ ચૈતન્ય મંદિર પરિસરમાં ગામના ધૂન મંડળની બહેનો દ્વારા પરંપરાગત રીતે ૧૬મા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે મંડપ મુહૂર્ત અને ગ્રહશાંતિ બાદ રાત્રે સનાતન ધર્મની વિધિ મુજબ જાન આગમન અને લગ્નવિધિ સંપન્ન થઈ હતી. આ વર્ષે પરેશભાઈ ધીરુભાઈ કેશુરે કન્યાદાનનો લાભ લીધો હતો. છેલ્લા ૧૫ વર્ષથી સ્વ. તારાચંદ પારેખ અને સ્વ. વિનોદચંદ્ર પારેખના માર્ગદર્શનથી શરૂ થયેલી આ પરંપરામાં સમગ્ર ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈ પ્રસાદનો લાભ લીધો હતો.