અમદાવાદ શહેરમાં સરેરાશ એકયુઆઇ ૨૦૦ની નજીક છે. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૯૭ નોંધાયો છે. ૨૦૦ ની આસપાસ હોય એટલે હવે સ્વાસ્થ્ય માટે ખૂબ જાખમી છે. અમદાવાદ શહેરની હવા ૧૯૭ હોવાથી વાતાવરણ શહેરીજનો માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ છઊૈં હોવાથી અસ્થમા, શ્વાસની તકલીફ, હૃદય રોગ ધરાવતા દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
સરકાર નોઇસ પોલ્યુશન બાબતે કામગીરી કરે છે પણ હવા પ્રદૂષણ મુદ્દે કામગીરી કરવી જાઈએ અમદાવાદમાં સ્થિતિ એવી છે કે હવે બહાર નીકળવું હોય તો માસ્ક પહેરીને નીકળવું પડે છે.શહેરના નારણપુરા ૧૯૩ એકયુઆઇ,વાસણા ૧૯૧, પ્રહલાદનગર ૧૯૭,મેમનગર ૨૦૪,ઉસ્માનપુરા ૧૯૩.અમરાઈવાડી ૧૯૬ જયારે મેમનગરમાં સૌથી વધુ ૨૦૪ એકયુઆઇ રહ્યું પ્રદૂષણના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ ૧૭૯ એકયુઆઇ નોંધાયો છે, જે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બન્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર કઠવાડામાં ૧૬૮ અને ગ્યાસપુરમાં ૧૬૦ એકયુઆઇ નોંધાયો છે. શહેરના અન્ય મુખ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ સારી નથી, જ્યાં શાહીબાગમાં ૧૫૭, સરખેજમાં ૧૫૬ અને રાયખડમાં ૧૫૩ એકયુઆઇ નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા બોપલ અને સોલામાં ૧૫૨ તેમજ ચાંદખેડામાં ૧૫૧ એકયુઆઇ નોંધાતા સમગ્ર શહેર પ્રદૂષણની ચાદરમાં લપેટાયેલું જાવા મળી રહ્યું છે.