વિદ્યા સહાયક ભરતી વર્ષ ૨૦૨૬ અંતર્ગત ધોરણ ૧થી ૫ ગુજરાતી માધ્યમના નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગીના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ પ્રક્રિયા
અમરેલીના બી.આર.સી. ભવન ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે સ્થળ બદલવામાં આવ્યું છે. હવે સ્થળ પસંદગીની પ્રક્રિયા કે.કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલયના લીલાવતી બિલ્ડિંગ, નાની નુતન, બસ સ્ટેન્ડની બાજુમાં અમરેલી ખાતે યોજાશે. આથી તમામ સંબંધિત ઉમેદવારોએ નવા સ્થળની ખાસ નોંધ લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.








































