રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ વાયર ચોરીના બે અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસ ટીમે ચોક્કસ બાતમી અને માનવ સૂત્રોની મદદથી મોટા આગરીયાની સીમમાંથી બંનેને ઝડપી પાડ્‌યાં હતાં. પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ રાયાભાઈ બારૈયા (ઉં.વ.૩૦) અને નીતાબેન રાજુભાઈ બારૈયા (ઉં.વ.૨૮)નો સમાવેશ થાય છે. બંને મોટા આગરીયા ગામના રહેવાસી છે. પોલીસએ તેમની પાસેથી ૩૩ મીટર કેબલ વાયર, બજાજ સીટી-૧૦૦ મોટરસાઇકલ અને એક દાતરડું મળી કુલ રૂ.૧૩,૩૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્રારા બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉપરોકત બંને આરોપી રાત્રીના સમયે રોડ નજીકની વાડીઓમાં ચોરી કરતા હતા.