ઉનામાં રઘુવંશી સમાજના આરાધ્ય દેવ સંતશ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ જલારામ મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઊમટી પડી હતી અને બપોરે હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંજે મંદિરેથી ઢોલ-નગારાં અને ભજન-કીર્તન સાથે ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ રાજમાર્ગો પર પાલખીયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા ટાવર ચોક ખાતે પહોંચતાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પાલખી પર પુષ્પવર્ષા કરી હતી. આ પ્રસંગે દીપાબેન બાંભણીયા, મનોજભાઈ બાંભણીયા, જિલ્લા પંચાયતના સભ્યો હરિભાઈ સોલંકી, અલ્પેશભાઈ બાંભણીયા અને શૈલેષભાઈ ગૌસ્વામી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પાલખીનાં દર્શન કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.