કોડીનારના સ્વામી વિવેકાનંદ પાર્ક ખાતે સર્વ સમાજ સિધ્ધિ સન્માન સમિતિ અને દ્ભ.ઇ.ફ.્. ટ્રેનિંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સર્વ સમાજ સિધ્ધિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા અને સિધ્ધિથી આગવી ઓળખ ઊભી કરનાર ૩૩૭ યુવાનોને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે જીવનમાં લક્ષ્ય નક્કી કરી સતત મહેનત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ યુવાનોને મોબાઇલનો વધુ પડતો ઉપયોગ ટાળીને રમતગમત અને મેદાની પ્રવૃત્તિઓ તરફ વળવા અપીલ કરી હતી. પૂર્વ મંત્રી જશા બારડ અને પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ પણ પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ૨૫૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.








































