પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિલિપાઇન્સની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ મનીલામાં યોજાઈ રહેલા ૨૩મા આસિયાન સમિટમાં હાજરી આપવા માટે અહીં પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી મંગળવારે આસિયાન સમિટમાં ભાગ લેશે. એ સમાચાર પણ મહત્વપૂર્ણ છે કે પીએમ મોદીએ મનીલામાં ખાલસા દિવાન ગુરુદ્વારાના પુનર્વિકાસ માટે શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મનીલામાં ઐતિહાસિક ગુરુદ્વારા ખાલસા દિવાન ખાતે કાર સેવા કરશે. આ ગુરુદ્વારા ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે. તે ૧૯૨૯ માં ભારતથી મનીલા સ્થળાંતર કરીને આવેલા પંજાબી સમુદાયના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે તેનું પુનર્નિર્માણ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત, પીએમ મોદી ૨૧મા પૂર્વ એશિયા સમિટમાં પણ હાજરી આપશે અને બપોરે ફિલિપાઇન્સના રાષ્ટÙપતિ માર્કોસ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પીએમ મોદીએ તેમના સત્તાવાર એકસ હેન્ડલ પર આ કાર્યક્રમમાં ભાગ લેવાની જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “આવતીકાલે, ૧૭ નવેમ્બર, ખૂબ જ ખાસ દિવસ છે. મને મનીલામાં ઐતિહાસિક ગુરુદ્વારા ખાલસા દિવાન ખાતે પુનઃવિકાસ કાર્યની શરૂઆતના સમારોહમાં હાજરી આપવાનો લહાવો મળશે. આ ગુરુદ્વારા એક સદી કરતાં વધુ જૂનો છે અને તેનું અપાર આધ્યાત્મિક મહત્વ છે. ગુરુ સાહેબોના ઉપદેશોથી પ્રેરિત થઈને, શીખ સમુદાયે વિશ્વભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેઓ હંમેશા અન્યોની સેવા કરવામાં અને વધુ સારી દુનિયા બનાવવા માટે મોખરે રહ્યા છે.”






































