ધારી તાલુકાના સુખપુર ગામે ફોરેસ્ટર પર હુમલો કરી ગાળાગાળી કરવા તેમજ મોબાઇલ ફોન તોડી નાખવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને ધારી પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પી.આઈ. કે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યો હતો. ધારી પોલીસની આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.








































