એક્સ્ટ્રા બસમાં ૫૧૩૩ મુસાફરોએ મુસાફરી કરી
દિવાળી પર અમરેલી એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બગસરા ડેપો એ પણ એક્સ્ટ્રા બસ દોડાવી હતી હતી. જેમાં સમગ્ર ડિવિઝનમાં આવક મેળવવામાં બગસરા ડેપો પ્રથમ નંબરે રહ્યો હતો. દિવાળી પર મુસાફરોની વધુ પડતી અવર-જવરને ધ્યાનમાં રાખી સમગ્ર અમરેલી એસ.ટી. ડિવિઝનમાં એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈ બગસરા ડેપો દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવી હતી. બગસરા એસ.ટી ડેપો મેનેજર નિમિષાબા ગઢવીના માર્ગદર્શન નીચે દિવાળી પર ૮૬ વધારાની બસ દોડાવવામાં આવી હતી. જેમાં ૫૧૩૩ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેમાં બગસરા ડેપો એ ૧૬,૫૮,૬૮૯ રૂપિયાની આવક થઈ હતી. આ આવક સાથે સમગ્ર અમરેલી ડિવિઝનમાં બગસરા ડેપો એ પ્રથમ નંબર મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ દિવાળી પર વધારાની બસ દોડાવવામાં પણ બગસરા ડેપો એ પ્રથમ નંબર મેળવ્યો હતો.