અમરેલી જિલ્લામાં નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં જાફરાબાદ અને લીલીયામાંથી બે શખ્સો ઝડપાયા છે. પ્રથમ બનાવમાં, તા. ૨૧/૧૧/૨૬ ના રાત્રે ૨૦/૧૦ વાગ્યે જાફરાબાદ ટાઉન પોલીસે વઢેરા તળાવ વિસ્તારના ધીરુભાઇ બચુભાઇ પરમાર (ઉં.વ. ૫૦) ને કેફી પીણું પીધેલી હાલતમાં બાઇક (GJ-૧૪-BE-૬૦૩૨) ચલાવતા પકડી પાડ્યા હતા.બીજા બનાવમાં, તા. ૨૧/૧૧/૨૬ ના બપોરે લીલીયા ટાઉનના સનાળીયા રોડ પરથી પોલીસે કુતાણા ગામના દીલુભાઇ કાવાભાઇ પરમાર (ઉં.વ. ૩૨) ને નશાની હાલતમાં અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગર બાઇક (GJ ૦૫ FA ૩૦૬૯) ચલાવતા ઝડપી લીધા હતા. બંને પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ કરાયો છે.





































