અફઘાનિસ્તાનના પૂર્વીય કુનાર પ્રાંતમાં શનિવારે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. કુનાર પ્રાંતીય પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા વિદ્યાર્થીઓ માર્યા ગયા અને કેટલાક ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જાકે, વિસ્ફોટનું કારણ શું હતું અને કેટલા વિદ્યાર્થીઓ માર્યા ગયા તે હજુ સ્પષ્ટ નથી.
કુનાર પ્રાંતીય પોલીસ મુખ્યાલયના પ્રવક્તા ફરીદ દેહકાનના જણાવ્યા અનુસાર, પ્રાંતના અંદાર સેર વિસ્તારમાં આવેલી એક શાળામાં શનિવારે સવારે ૧૦ વાગ્યે વિસ્ફોટ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ઘણા વિદ્યાર્થીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ કુનાર પ્રાંતની તપાસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને વિસ્ફોટનું કારણ હાલમાં અજ્ઞાત છે. કુનાર પ્રાંત પાકિસ્તાનની સરહદે છે. આરટી મીડિયા અનુસાર, વિસ્ફોટમાં છ બાળકો માર્યા ગયા હતા અને ૯૦ થી વધુ ઘાયલ થયા હતા.
એ નોંધવું જાઈએ કે અફઘાનિસ્તાનમાં શાળાઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી. અગાઉ ઓગસ્ટમાં રાજધાની કાબુલમાં એક શાળા કેમ્પસ પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ૯ થી ૧૪ વર્ષની વયના ૪૦ થી વધુ બાળકો ઘાયલ થયા હતા. અગાઉ, ૨૦૨૩ માં, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મિનિવાનમાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછો એક વ્યÂક્તનું મોત થયું હતું. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે સોમવારે થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. એક નિવેદનમાં, ઇસ્લામિક સ્ટેટે કહ્યું હતું કે તેણે શિયા લઘુમતી સમુદાયના સભ્યોને વિસ્ફોટક ઉપકરણથી નિશાન બનાવ્યા હતા. સંગઠને દાવો કર્યો હતો કે આ હુમલામાં ૧૩ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી પણ, આતંકવાદી હુમલાઓ અને બોમ્બ વિસ્ફોટોના અહેવાલો બહાર આવતા રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં સમયાંતરે વિસ્ફોટક ઘટનાઓ બને છે, જેમાં નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવે છે. હુમલાઓ ઘણીવાર શાળાઓ, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોને નિશાન બનાવે છે. આ ઘટનાઓમાં ઘણીવાર જાનહાનિ અને ઇજાઓ થાય છે. આ તાજેતરની ઘટનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનમાં સુરક્ષા પરિÂસ્થતિ અને નાગરિકોની સલામતી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.








































