ધારી શહેરમાં બગીચા પાસે તા. ૨૨/૧૧/૨૬ના રોજ બપોરે ૧૫ઃ૦૦ વાગ્યે હિટ એન્ડ રનની ઘટના બની હતી. દુધાળા ગામના ૬૫ વર્ષીય મજૂર જીણુબેન ગભાભાઇ બારૈયા પોતાના દીકરા અને પૌત્રીઓ સાથે ધારી બસ સ્ટોપથી રિક્ષા સ્ટેન્ડ તરફ ચાલીને જઈ રહ્યા હતા.ધારી બગીચા પાસે પહોંચતા પાછળથી પુરઝડપે અને બેફિકરાઈથી આવતી સફેદ ૈ૨૦ કાર (નં. ય્ત્ન-૦૧-ઇઠ-૯૬૬૫)ના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં જીણુબેનને જમણા પગે ફ્રેક્ચર થયું હતું અને કારચાલક વાહન લઈ નાસી છૂટ્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. જે. વાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે