અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ પોલીસે દેશી દારૂના બે અલગ-અલગ દરોડા પાડ્‌યા હતા. ખાંભા પોલીસે તાતણીયા ગામે પાણીના અવેડા પાસેથી ભાણીયા ગામના ૨૨ વર્ષીય હીરાકામ કરતા રાહુલભાઇ કાળુભાઇ ચૌહાણને ૨ લિટર દેશી દારૂ (કિં. રૂ.૪૦૦) સાથે ઝડપી પાડ્‌યો હતો. જ્યારે સાવરકુંડલા ટાઉન ુપોલીસે મફતપરા વિસ્તારમાંથી ૪૨ વર્ષીય મજૂર વિપુલભાઇ મધુભાઇ વાઘેલાને ૨ લિટર દેશી દારૂ (કિં. રૂ.૪૦૦) સાથે પકડી પાડયો હતો. બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.