અમરેલી શહેરમાં સિનિયર સિટીઝન સોસાયટી દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે હોમિયોપેથીક સારવાર અંગે જાગૃતિ અને સ્વાસ્થ્ય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંસ્કાર હોમિયોકેરના ડા. જિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડીલોના સ્વાસ્થ્ય, વધતી ઉંમર સાથે થતી શારીરિક સમસ્યાઓ, લાંબા ગાળાના રોગો અને સ્વાસ્થ્યની જાળવણી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ સમયસર તબીબી સલાહ લેવાનું મહત્વ સમજાવ્યું હતું.કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડીલોએ પોતાના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા અને ડાક્ટરે તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડા. જિતેન્દ્ર પટેલે આમંત્રણ અને સન્માન બદલ સોસાયટીના હોદ્દેદારો તથા વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. સેમિનાર માહિતીસભર રહ્યો હતો.