અખિલેશ યાદવના સાંસદે ગઠબંધન ફોર્મ્યુલા જાહેર કર્યો
આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. દરમિયાન, સપા સાંસદ રાજીવ રાયે સ્પષ્ટતા કરી છે કે ગઠબંધન બેઠકોની સંખ્યા કરતાં જીતની તકોને પ્રાથમિકતા આપશે. કોંગ્રેસ બે આંકડાની બેઠકો જીતશે કે ત્રણ આંકડાની બેઠકો જીતશે તેવી અટકળો વચ્ચે, તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો શક્ય તેટલી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખે છે. તેમણે સમજાવ્યું કે ચોક્કસ વિધાનસભા મતવિસ્તારમાં સૌથી મજબૂત સ્થિતિ ધરાવતી પાર્ટીને ઉમેદવારો ઉતારવાની તક આપવામાં આવશે.રાજીવ રાયે કહ્યું હતું કે પાર્ટી પ્રમુખે બેઠકોની વહેંચણી માટે સ્પષ્ટ ફોર્મ્યુલા અપનાવી છે. કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ પણ આ સાથે સંમત છે. તેમણે કહ્યું હતું કે, “બે આંકડાની ચોક્કસ સંખ્યાની ચર્ચા થાય કે ત્રણ આંકડાની, વાસ્તવિક મુદ્દો સંખ્યાનો નથી, પણ જીતનો છે.”રાયે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી જીતવી બંને પક્ષો માટે સૌથી મહત્વપૂર્ણ છે. ગઠબંધનમાં સામેલ કોઈપણ પક્ષે બેઠકોની સંખ્યાને પ્રતિષ્ઠાનો વિષય ન બનાવવી જાઈએ.
સપા સાંસદે પક્ષના કાર્યકરો અને સ્થાનિક પ્રતિનિધિત્વની ચિંતાઓને પણ સંબોધિત કરી. તેમણે કહ્યું કે ચૂંટણી જીતવી એ બંને પક્ષો માટે સન્માનની અંતિમ ગેરંટી હશે. રાજીવ રાયના મતે, જા ગઠબંધન ચૂંટણી જીતે છે, તો ઉત્તર પ્રદેશનું સન્માન સુરક્ષિત રહેશે. બંધારણ અને લોકશાહી જાળવી રાખવામાં આવશે, અને બંને પક્ષોની પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. તેમણે કહ્યું,રાયે અગાઉ જણાવ્યું હતું કે બેઠક વહેંચણી ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા માટે સપા અને કોંગ્રેસ પોતાની સમિતિઓ બનાવશે. આ સમિતિઓ વચ્ચે ૨૩ થી ૨૫ નવેમ્બર દરમિયાન બેઠક યોજાવાની છે. આ બેઠકોમાં, બંને પક્ષોના નેતાઓ બેઠક વહેંચણી અને ચૂંટણી વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. આ પછી, જાડાણની બેઠક ફાળવણી અંગે સ્પષ્ટ ચિત્ર અપેક્ષિત છે. અગાઉના વિધાનસભા ચૂંટણીના ડેટા પર નજર કરીએ તો, સપા અને કોંગ્રેસે ૨૦૨૨ ની ચૂંટણી અલગથી લડી હતી. સપાએ ૩૪૭ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાં ૧૧૧ બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસ ૩૯૯ બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર બે બેઠકો જીતી શકી હતી.૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, સપા અને કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડી હતી. તે ચૂંટણીમાં, સપાએ ૬૨ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ૩૭ બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસે ૧૭ બેઠકો પર ચૂંટણી લડી હતી અને છ બેઠકો પર જીત મેળવી હતી. ૨૦૧૭ અને ૨૦૨૨માં સતત બે વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ સપા ઉત્તર પ્રદેશમાં સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ, જ્યારે સપા પછાત, દલિત અને લઘુમતીના મુદ્દાઓ પર આગળ વધી રહી છે, ત્યારે શાસક ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે તેની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે મથુરામાં પાર્ટીની બેઠકમાં ત્રણ મુખ્ય પ્રચાર થીમ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ પોતાનું અભિયાન સાંસ્કૃતિક રાષ્ટÙવાદ, વિકાસ અને સુરક્ષાની આસપાસ બનાવશે. આમ, આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બંને મુખ્ય ગઠબંધનો દ્વારા વ્યૂહાત્મક તૈયારીઓ તીવ્ર બની રહી હોય તેવું લાગે છે.