બાબરા તાલુકાના ગળકોટડી પ્લોટ વિસ્તારમાં ગતરાત્રીના રોજ પથ્થરમારાની
ઘટના બની હતી. ૫૦ વર્ષીય ખેડૂત લાભુભાઇ અરજણભાઇ કાછડીયા અને તેમના મોટા ભાઇ ખેતરના શેઢે પવનચક્કીના થાંભલા નાખવાની કામગીરી બતાવવા ગયા હતા.
આ દરમિયાન શેઢા પાડોશી પ્રવિણભાઇ રામભાઇ નવાપરીયા (રહે. ગળકોટડી) અને કમાભાઇ બીજલભાઇ ભરવાડ (રહે. દરેડ, તા. બાબરા)એ ગાળો આપી છૂટા પથ્થરના
ઘા કર્યા હતા.
જેમા જમણી બાજુ કાન ઉપર માથામાં પથ્થર વાગતા ફરિયાદીને બે ટાંકા આવ્યા હતા અને બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





































