બાબરા શહેરની કૃષ્ણનગર સોસાયટીમાં જાહેર માર્ગ પર મોટી કેબિનો અને દુકાનો ઊભી કરી દેવામાં આવતાં રહીશોમાં રોષ ફેલાયો છે. જાહેર માર્ગ પર થયેલા દબાણો દૂર કરવાની માંગ સાથે સોસાયટીના રહીશોએ બાબરા મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રહીશોના આક્ષેપ મુજબ, દબાણો પાછળ રાજકીય વગનો ઉપયોગ થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. સામાન્ય નાગરિક દબાણ કરે ત્યારે કાર્યવાહી થતી હોય તો જાહેર માર્ગ પર ઊભી થયેલી કેબિનો અને દુકાનો સામે તંત્ર કેમ કાર્યવાહી કરતું નથી તેવો સવાલ ઉઠાવ્યો છે.રહીશોએ ચેતવણી આપી છે કે દબાણો તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હવે તંત્ર આ રજૂઆત અંગે કેવાં પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.