મોરારીબાપુના શબ્દોમાં કહીએ તો ‘શિક્ષક અર્ક વાળો,તર્કવાળો અને સતત સંપર્કવાળો હોવો જોઈએ.’ શિક્ષણએ સતત ચાલતી પ્રક્રિયા છે.વ્યવસાયમાં વફાદાર રહીને વર્ગમાં આવેલા બાળકોને સ્વર્ગની અનુભૂતિ કરાવવાનું સદભાગ્ય રાષ્ટ્રના સારસ્વત મિત્રોને પ્રાપ્ત થયું છે.આજના માહોલમાં બાળકોને શિક્ષણની સાથે સમજણ પ્રદાન કરવાની તાતી જરુરીયાત છે.મોબાઈલના યુગમાં ચોપડીઓ કરતા સોશિયલ મીડિયા પર બાળકો વધારે રવાડે ચડી ગયા છે. શિક્ષકો જ મોટાભાગના વાંચતા નથી એ સનાતન છે. આ વાંચન તો આપણી શક્તિ છે.મોબાઇલમાં વાંચનની ઘણી સામગ્રી આવે છે પરંતુ શેર માર્કેટ, મકાનની દલાલી અન્ય બિઝનેસ માટે નોકરી સ્ટેન્ડ બની ગઈ છે. આ બધું કરો પરંતુ શાળામાં તો સંપૂર્ણ બાળકોને ન્યાય આપવો અને અસરકારક શિક્ષણ આપવું એ આપણી નૈતિક ફરજ છે.
ગ્રાન્ટેડ શાળામા મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી તેમના સાચા માતા પિતા આપણે છીએ.શાળાનું નવું સત્ર માત્ર એક નવા સમયપત્રક કે નવા પાઠ્‌યપુસ્તકોની શરૂઆત નથી,પરંતુ તે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે નવી ઊર્જા,નવી આશા અને નવા સંકલ્પો સાથે આગળ વધવાનો સુવર્ણ અવસર છે.દરેક નવું સત્ર એક ખુલ્લા પુસ્તક જેવું હોય છે,જેમાં સુંદર અને અર્થપૂર્ણ પ્રકરણો લખવાની તક મળે છે. વેકેશનના વિરામ બાદ જ્યારે શાળાના પ્રાંગણમાં બાળકોનો કલરવ ગુંજી ઉઠે છે, ત્યારે સમગ્ર વાતાવરણમાં તાજગી અને ઉત્સાહ ભરાઈ જાય છે.જૂના સત્રના અનુભવો અને શીખેલા પાઠોને આધારે,નવા સત્રમાં વધુ સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી કાર્ય કરવાની પ્રેરણા મળે છે.બાળકોની ફેબ્રુઆરી ૨૦૨૭માં બોર્ડ પરીક્ષા આવવાની હોવાથી આપણી પાસે માત્ર ડિસેમ્બર મહિનો અને અડધો જાન્યુઆરી હોય છે. તેવા સમયે બાળકોને પુનરાવર્તન અને દ્રઢીકરણ કરાવવું જ રહ્યું.બાળકોમાં કાર્ય કરવાની જિજ્ઞાસા હોય છે પરંતુ તેને કઈ રીતે પ્લેટફોર્મ પૂરું પાડવું તે શિક્ષકમાં આવડત હોવી જોઈએ.ભૂતકાળની નાની-મોટી ખામીઓ સુધારીને નવેસરથી આગળ વધવાની તક પૂરી પાડવી જોઈએ.બાળકો સન્મુખ ક્યારે પણ નકારાત્મક વાતો કરવાની જગ્યાએ સકારાત્મક અને પ્રેરણાત્મક બાબતો મૂકવી જોઈએ.જેથી તેનામાં આત્મવિશ્વાસ મજબૂત બની શકે છે.
કોઈપણ વિષયને શીખવા અને શીખવવા પ્રત્યે નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ હોવો જોઈએ.બાળકો સામે વિષયવસ્તુ મુકો ત્યારે તેવી રસાળ શૈલીમાં રજૂ કરો કે તરત જ તેમને મગજમાં તમારી કહેવાની શૈલી અને તેનું મૂલ્ય સમજાય જાય.​શાળા એ તો જ્ઞાનની ગંગોત્રી છે. શાળા, શિક્ષક, વિદ્યાર્થી અને વાલી વચ્ચે મજબૂત સંવાદ અને સહકાર હોવો અનિવાર્ય છે.શિક્ષક જેટલો બાળક સાથેનું એટેચમેન્ટ રાખશે એટલું શાળાનું પરિણામ ઉત્તમ આવશે.
શૈક્ષણિક કાર્ય માટેના મુખ્ય સંકલ્પો શિક્ષકે અને બાળકોએ પણ લેવા જોઈએ કે હું ​નવા સત્રમાં માત્ર ગોખણપટ્ટીને બદલે સમજણ,કૌશલ્ય અને સર્જનાત્મકતા પર ભાર મૂકીશ.હું જે પણ તૈયારી કરીશ તેનું આયોજન અને પ્લાનિંગ બનાવીશ તે પ્રમાણે અગાઉના બોર્ડપેપરનું પુનરાવર્તન કરીશ.શાળામાં નિયમિત આવીશ અને શિક્ષક મિત્રો જ્યારે અધ્યાપન કાર્ય કરતા હોય ત્યારે સંપૂર્ણ ધ્યાન આપીશ.
શૈક્ષણિક કાર્યને વધુ અસરકારક બનાવવામાં ​શિક્ષકોની ભૂમિકા ખૂબ અગત્યની છે.શિક્ષક માત્ર માહિતી આપનાર નહીં,પરંતુ માર્ગદર્શક અને પ્રેરણાદાયી બને. દરેક વિદ્યાર્થીની શીખવાની ઝડપ અને ક્ષમતાને ઓળખીને તેને પ્રોત્સાહન આપવું.બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે વર્ગની અંદર જ્યારે અધ્યાપન કાર્ય કરતા હોય ત્યારે તમામ બાળકો ઉપર શિક્ષકની દ્રષ્ટિ હોવી જોઈએ.તેમને દેશ દુનિયાના મહાપુરુષોના કઠોર પરિશ્રમ અને સફળતાના આયામ વિશે મોટીવેશન તેમજ હકારાત્મક બાબતો રજૂ કરવી જોઈએ.
વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછવાની જિજ્ઞાસા કેળવવી, ભૂલોથી ડર્યા વગર શીખતા રહેવું અને સ્વ-શિસ્ત અપનાવવી.નિયમિત લેખન કાર્ય કરવું જોઈએ. પાંચ થી સાત કલાક અભ્યાસમાં રસ, રુચિ જાળવી અને તૈયારી કરવી જોઈએ. મોબાઈલના બિનજરૂરી દૂષણથી દૂર રહેવું જોઈએ.માનસિક અને શારીરિક થાકને દૂર કરવા માટે પ્રાણાયામ અને થોડી ટી.વી જોવી જોઈએ. વાલીઓએ બાળક પર ગુણોનું બિનજરૂરી દબાણ લાવવાને બદલે તેના પ્રયાસોને બિરદાવવા,ઘરમાં શાંત અને પ્રેરક વાતાવરણ આપવું તથા શાળા સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ.વાલીઓ માત્ર શાળા મોકલવાનું કામ કરે છે. ઘરે બાળક આવ્યા પછી તેને ગૃહકાર્ય તેમજ વાંચન કરવા બેસાડવાની જવાબદારી મા બાપની છે.બાળકો સાથે શિક્ષણ અને શાળાની ચર્ચા કરવી જોઈએ. તારી તૈયારી કેવી ચાલે છે શું પરિણામ આવ્યું. તેનું મિત્ર વર્તુળ કેવુ છે. શું કરે છે, ક્યાં ફરે છે. આ બધી બાબતો પર મા બાપની નજર હોવી જોઈએ. ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે નિયમિત બાળકો આવે છે. બેગમાં ખાનગી રીતે મોબાઇલ રાખે છે.આ બધી બાબતો વિશે વાલીઓ જાગૃત બને તે જરૂરી છે. બાળકો સાથે બેસી અને અભ્યાસનું કાર્ય
આભાર – નિહારીકા રવિયા કરાવવાની જવાબદારી મા બાપની છે. મોટાભાગના વાલીઓ શાળામાં આવીને આચાર્યશ્રી અથવા તો વર્ગ શિક્ષકને કહે છે કે મારું બાળક ભણવામાં કેમ ધ્યાન આપતું નથી,? કેમ લેસન આપતા નથી? આવી દલીલો કરે છે? બધા જ સાહેબો લેસન આપતા જ હોય છે પણ તમે તમારા ઘેર બાળકોનું કેટલું ધ્યાન રાખો છો?શિક્ષણનો મુખ્ય હેતુ માહિતીનો સંગ્રહ નહીં, પરંતુ વિચારવાની ક્ષમતા અને સારા નાગરિકનું નિર્માણ કરવાનો છે.બાળકોની સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રાણ આપવાનું કાર્ય શિક્ષક મિત્રોએ કરવાનું છે. બાળકો આપણા અન્નદાતા છે તેમને શ્રેષ્ઠ અને બેસ્ટ શિક્ષણ આપવા માટે પ્રયાસ કરવો એ જ સૌથી મોટી દિપાવલી છે.
બાળકોમાં જ્ઞાનના ફટાકડા ફૂટશે તો તેનો પરિવાર અને રાષ્ટ્ર ઉન્નત બનશે.જીવંત બાળકોને કેળવવાનું ભગીરથ કાર્ય આપ સૌ સારસ્વત મિત્રોને પ્રાપ્ત થયું છે ત્યારે તે કાર્ય નિષ્ઠાથી બજાવીએ એ જ સૌથી મોટી દિવાળી છે…
રાજ્યના સૌ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ. બાળક છે તો જ શાળાઓ છે અને એ તો આપણા અન્નદાતા છે.આટલું યાદ રાખજો ચારધામની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થશે.. વિદ્યાર્થી દેવો ભવઃ ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨