ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં માલણ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન અને વહન સામે જિલ્લા SOGએ કાર્યવાહી કરી હતી. પાણખાણ ગામના ફાટક પાસેથી રેતી ભરેલી બે ટ્રોલી સાથે બે ટ્રેક્ટર અને નાના સમઢિયાળામાંથી વધુ એક રેતી ભરેલું ટ્રેક્ટર તથા JCB મશીન મળી આવ્યાં હતાં. SOG ઈન્ચાર્જ PI આર.આર. રાયજાદાની સૂચનાથી હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં અંદાજે રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. રોયલ્ટી કે ખનન અંગેના જરૂરી દસ્તાવેજો રજૂ ન થતાં ચારેય વાહનો ખાણ-ખનિજ વિભાગને સોંપવામાં આવ્યાં હતાં.




































