ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા વિધિવત રીતે સંપન્ન થઈ છે. આ વર્ષે પરિક્રમામાં ૮ લાખ કરતાં પણ વધુ ભાવિકો ઉમટ્યા હતા. પાંચ દિવસ સુધી ચાલેલા આ મહામેળામાં વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને એસટી નિગમ દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થાના આંકડા સામે આવ્યા છે. પરિક્રમા દરમિયાન ૨૨,૨૪૨ જેટલા ભાવિકોને વિવિધ બીમારીઓની સારવાર આપવામાં આવી હતી, પરંતુ કમનસીબે હૃદયરોગના હુમલાને કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. બીજી તરફ, એસટી વિભાગને આ પરિક્રમા ફળી છે અને પાંચ દિવસમાં ૨.૨૪ કરોડથી વધુની વધારાની આવક થઈ છે.
પરિક્રમા શરૂ થતા પૂર્વે જ જિલ્લા પંચાયત અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિક્રમાના રૂટ પર ૭થી ૮ હંગામી દવાખાના અને ભવનાથમાં ૩ હંગામી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. સમગ્ર પરિક્રમા દરમિયાન શ્રવણની કાવડ ખાતે જૂનાગઢ અને મહુવાની એક-એક મહિલા મળી કુલ બે મહિલાના મોત થયા હતા. આ ઉપરાંત દાતાર પર્વત ચડતી વખતે અન્ય એક પુરુષ પ્રવાસીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું.શ્રવણની કાવડ ખાતેના હંગામી આરોગ્ય કેન્દ્રમાં સતત પાંચ દિવસ સેવા આપનાર ડા. અમિત વણપરિયાએ જણાવ્યું હતું કે, “અમારા કેન્દ્રમાં ૧,૫૦૦થી ૧,૭૦૦ જેટલા પરિક્રમાર્થીઓને સારવાર અપાઈ છે. જેમાં ૩ દર્દીઓને હૃદય સંબંધી અને ૫ દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ જણાતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.” લીલી પરિક્રમા જૂનાગઢ એસટી ડિવિઝન માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. ૧૯ નવેમ્બરથી ૨૩ નવેમ્બર દરમિયાન જૂનાગઢ, બાંટવા, ધોરાજી, જેતપુર, કેશોદ, માંગરોળ, પોરબંદર, ઉપલેટા અને વેરાવળ ડેપોની કુલ ૧,૦૯૫ બસો દોડાવવામાં આવી હતી.આથી વિભાગને અધધધ ૨.૨૪ કરોડથી વધુની કમાણી




































