સુરત જિલ્લાના બારડોલી નજીક એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં આખા પરિવારને નહેરમાં ફેંકી દેવાની ખૌફનાક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવાર સાથે બનેલી આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જાવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટÙનો જલગાંવનો પરિવાર મજૂરી કામ કરવા આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
ઉવા ગામ નજીક પરિવારની કારને આંતરી ૪ શખ્સોએ પરિવારને નહેરમાં ફેક્યું હતો. માતા-પિતાને અલગ કારમાં અને બાળકને અલગ કારમાં રાખ્યા હતા. નહેર પાસે ઇકો કારને ઉભી રાખી માતા પિતા અને બાળકને નહેરમાં ફેંકી દીધા હતા.હત્યા કરનાર આરોપીઓમાંથી ૧૩ વર્ષના બાળકે એકને ઓળખી બતાવ્યું હતું. તેણે નહેરનો પાઈપ પકડીને જીવ બચાવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ટીમે નહેરમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠા નહેરમાંથી માતા કવિતા પાટીલ, પિતા નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ તેમજ એક યુવતી/નાની બહેન સહિત ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ મૃતક કવિતા પાટીલ પ્રથમ પતિના અવસાન બાદ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ સાથે રહેતી હતી.






































