અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી ૨૬ નવેમ્બરે ‘સંવિધાન ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની રૂપરેખા આપવા માટે જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં પ્રદેશ નેતા અશ્વિન બેંકર, જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી અને પૂર્વ પ્રમુખ શરદ લાખાણી, મયુરભાઈ માંજરીયા, વિપુલભાઈ ભટ્ટી, સંજયભાઈ રામાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિન બેંકરે જણાવ્યું કે, ડા. બાબાસાહેબ આંબેડકરે ઘડેલું સંવિધાન દેશના વિકાસનો માર્ગ છે.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં બંધારણના ગૌરવ, સન્માન અને મહત્વ અંગે
જાગૃતિ લાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી કાળથી લઈને સંસદ સુધી હંમેશા સંવિધાનનું સન્માન કર્યું છે. તેમણે જનતાને બંધારણમાં વિશ્વાસ રાખી ભાજપના આ પ્રયાસને બિરદાવવા અપીલ કરી હતી.








































