સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સામાજિક એકતા, ભાઈચારો અને શૈક્ષણિક જાગૃતિ વધારવાના હેતુથી સ્નેહમિલન સમારોહ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૨૩ નવેમ્બર, સોમવારના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે ધુધરાળા સ્થિત એસ.કે. બદહાણી હાઈસ્કૂલ ખાતે યોજાશે. જેમાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહી શિક્ષણ અને સર્વાંગી ઉત્થાન અંગે ચર્ચા કરશે. કાર્યક્રમ બાદ ભોજન સમારંભ પણ યોજાશે.