ધારી-અમરેલી માર્ગ પર બાઈક સ્લીપ ખાઈ જતાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન પ્રસંગોપાત ધારી જઈ રહેલા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અકસ્માત જોતા જ પોતાનો કાર્યક્રમ પડતો મૂકીને માનવતા દાખવી હતી. તેમણે તાત્કાલિક ઈજાગ્રસ્ત બાઈક ચાલકની સંભાળ લીધી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલો બાઈક ચાલક ધારી તાલુકાના છતડીયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.