મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગુણાતીત નગર પાસે, વિવેકાનંદ ચોક, ગુરુકુલ ખાતે આયોજિત પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય શોભાયાત્રા અને મહોત્સવમાં વિશેષ ઉપÂસ્થત રહ્યા હતા.
સેવા સિનીયર સીટીઝન ગ્રુપ, મેમનગર દ્વારા આયોજિત આ પાવન પ્રસંગે મુખ્યમંત્રીએ સંત જલારામ બાપાના ભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે તેમણે સિનીયર સીટીઝન ગ્રુપ દ્વારા કરવામાં આવતી વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓની ખાસ સરાહના કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શોભાયાત્રામાં ઉપÂસ્થત સર્વે જ્ઞાતિના ભક્તજનો અને નગરજનોનું અભિવાદન ઝીલી જલારામ જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ તકે સમાજના અગ્રણીઓ અને સિનીયર સીટીઝન ગ્રુપ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય શોભાયાત્રા અને જન્મજયંતિ મહોત્સવમાં લોહાણા સમાજના અગ્રણીઓ, સમાજના કાર્યકર્તાઓ અને સ્થાનિક નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા સિનીયર સીટીઝન ગ્રુપ, મેમનગરના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો અને સ્થાનિક રહીશો ઉત્સાહભેર જાડાયા હતા.
અમદાવાદના મેમનગર ખાતે પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત જલારામ બાપાના ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.