જાફરાબાદથી સોમનાથ સુધીની ૧૨૧ કિલોમીટરની સાગરકાંઠા પદયાત્રાનો પ્રારંભ થયો છે. ૧૫થી ૨૨ નવેમ્બર સુધી ચાલનારી આ યાત્રામાં વિવિધ રાજ્યોના ૧૨૧ સભ્યો જોડાયા છે.
જેમાં ૩૪ બહેનો, ૫૬ ભાઈઓ અને ૮ લીડરનો સમાવેશ થાય છે. જાફરાબાદ બંદરેથી ધ્વજવંદન સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સાત દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ માછીમારોના પ્રશ્નો, દરિયાઈ સંસ્કૃતિ, બંદરો, હોડી બનાવતા કારીગરો અને જાળ ગૂંથતી મહિલાઓની કામગીરીનો અભ્યાસ કરશે. ડીઝલના ભાવ, જાળની મોંઘવારી, વીમા અને સરકારી સહાય જેવા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો હેતુ છે. યાત્રા રાજપરા, ઉના, દીવ અને કોડીનાર થઈ સોમનાથ પહોંચશે. હાલ યાત્રા દેલવાડા પહોંચી છે. આયોજન ભરતકુમાર કામળિયા, હરેશ મિતેલીયા અને નયન સાખટે કર્યું છે.