લોભ અને લાલચ આપીને સામાન્ય લોકોની પરસેવાની કમાણી લૂંટી લેવાના વધુ એક મોટા ડિજિટલ કૌભાંડ સામે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. એસડી પીએવાયઅપના મોબાઈલ એપ” મારફતે ગુજરાત સહિત દેશભરના ૬,૫૨,૮૩૧ પરિવારોને આર્થિક રીતે પાયમાલ કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે આ સમગ્ર પ્રકરણની ઝ્રમ્ૈં તપાસ કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રૂ. ૧,૨૧૧ કરોડના આ મોટા ડિજિટલ ફ્રોડ છતાં હજુ સુધી મુખ્ય સૂત્રધારોને ઉની આંચ પણ આવી નથી અને ગુજરાત આજે ડિજિટલ ઠગોનું આશ્રયસ્થાન બની રહ્યું છે.
રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રણદીપસિંહ સુરજેવાલા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી સામે સીધો મોરચો માંડતા જણાવ્યું હતું કે, લાખો પરિવારો પોતાની જીવનભરની બચત ગુમાવીને દર-દરની ઠોકરો ખાઈ રહ્યા છે, તેમ છતાં સરકાર ભેદી મૌન સેવીને બેઠી છે.નકશા જુઓ
કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલી વિગતો મુજબ, વર્ષ ૨૦૨૪માં ધવલ પટેલ અને નરેન્દ્ર સિંહ ઝાલા સહિતની ટોળકીએ ઉત્તર ગુજરાતમાંથી આ કાવતરાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં આ નેટવર્ક રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યું હતું અને ત્યાંથી સમગ્ર દેશમાં ફેલાયું હતું. આ મોબાઈલ એપ કુલ ૧૫ લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી, જેમાંથી ૬.૫૩ લાખ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે ભોગ બનેલા કુલ લોકોમાંથી ૭૫ ટકા હિસ્સો એકલા ગુજરાતના નાગરિકોનો છે.
વિપક્ષે સરકારી એજન્સીઓ અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે, પાટનગર ગાંધીનગરમાં બેસીને ખુલ્લેઆમ કરોડો રૂપિયાની ઉઘરાણી થતી હતી ત્યારે તંત્રની રહેમનજર હેઠળ આ બધું ચાલતું હતું. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ મહાઠગ ટોળકી લોકોની મહેનતની કમાણી પડાવી લેવા માટે ક્્યારેક પોતાને રાષ્ટ્રવાદી પ્રોજેક્ટ ગણાવતી હતી, તો ક્્યારેક સત્તાધીશો અને સરકાર સાથે સીધો ઘરોબો હોવાનો દેખાડો કરીને લોકોનો વિશ્વાસ જીતતી હતી.
આ સમગ્ર કૌભાંડ લાંબા સમય સુધી ચાલ્યા બાદ સપ્ટેમ્બર ૨૦૨૬માં જ્યારે અમરેલી જિલ્લામાં પીડિતોની ધીરજ ખૂટી અને પોલીસ ફરિયાદ નોંધાઈ, ત્યારે આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વિપક્ષે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે દેશભરમાં આ મામલે નોંધાયેલી કુલ ૧૮ ફરિયાદોમાંથી ૧૩ ફરિયાદો એકલા ગુજરાતમાં નોંધાઈ છે, જે દર્શાવે છે કે રાજ્ય ડિજિટલ ઠગો માટે સુરક્ષિત સ્થાન બની ગયું છે.ગુજરાત સમાચાર
કોંગ્રેસના નેતાઓએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે જા આ કૌભાંડના મૂળ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો લૂંટનો આ આંકડો રૂ. ૧,૨૧૧ કરોડથી વધીને રૂ. ૩,૦૦૦ કરોડને પાર પહોંચી શકે છે. અંતમાં, કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક અસરથી આ ઠગ ટોળકીની તમામ મિલકતો જપ્ત કરે અને ભોગ બનેલા ૬.૫૩ લાખ પરિવારોને તેમના એક-એક રૂપિયાનો હિસાબ ચૂકવે.