ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ બનવા લાગી છે. ચૂંટણીને ભલે હજુ સમય બાકી હોય, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અને રાજકીય સમીકરણો ગોઠવવાની કવાયત ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ હવે એÂક્ટવ મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં સત્તા જાળવી રાખવા ભાજપ પોતાની રણનીતિ તૈયાર કરશે, તો બીજી તરફ કોંગ્રેસ માટે આગામી ચૂંટણીમાં પોતાનું રાજકીય સ્થાન મજબૂત કરવાનો પડકાર રહેશે. આમ, ગુજરાત ચૂંટણી પહેલાં જ ભાજપ- કોંગ્રેસ વચ્ચે રાજકીય તૈયારીઓનો દોર શરૂ થઈ ગયો છે.
ખાસ કરીને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો માટે સંગઠન મજબૂત કરવું, કાર્યકરોને સક્રિય કરવા અને જનતા સુધી પહોંચવું મહત્વપૂર્ણ બની રહેશે. ચૂંટણીમાં માત્ર મોટા નેતાઓની સભાઓ જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે સંગઠનની કામગીરી અને લોકો સાથેનો સંપર્ક પણ જરૂરી પાસો છે. આ Âસ્થતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અત્યારથી જ પોતાની રણનીતિ ઘડવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એક તરફ ભાજપ પોતાના સંગઠનના માળખાને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરશે, તો બીજી તરફ કોંગ્રેસ પણ સ્થાનિક સ્તરે પક્ષને ફરી સક્રિય કરવા માટે બેઠકોનો દોર શરૂ કરી રહી છે.
આ જ કડીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા ૧૮ અને ૧૯ નવેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના બે દિવસના પ્રવાસને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રણદીપ સુરજેવાલા ૧૮ નવેમ્બરના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો કરશે. આ પ્રવાસ દરમિયાન પક્ષની વર્તમાન Âસ્થતિ, સંગઠનની કામગીરી અને આગામી ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચા થવાની શક્્યતા છે.
૧૮ નવેમ્બરના રોજ રણદીપ સુરજેવાલા પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. બેઠકમાં રાજ્યના રાજકીય માહોલની સમીક્ષા કરવાની સાથે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષે કઈ દિશામાં આગળ વધવું જાઈએ તે અંગે ચર્ચા થઈ શકે છે. ભાજપ સામે ચૂંટણીમાં પડકાર ઊભો કરવા માટે કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી, પક્ષની રણનીતિ કેવી હોવી જાઈએ અને સંગઠનમાં ક્્યાં સુધારાની જરૂર છે તેવા મુદ્દાઓ પર મંથન થઈ શકે છે. સાથે જ ચૂંટણી પહેલાં પક્ષના નેતાઓ અને કાર્યકરો વચ્ચે વધુ સારો સંકલન કેવી રીતે ઊભો કરવો તે મુદ્દો પણ મહત્વનો રહેશે.
બીજી તરફ, ૧૯ નવેમ્બરના રોજ સુરજેવાલા શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરશે. વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક સંગઠનની ભૂમિકા મહત્વની હોવાથી આ બેઠકને પણ ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લા સ્તરે કોંગ્રેસની Âસ્થતિ કેવી છે, કયા વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત કરવાની જરૂર છે અને કાર્યકરોને ચૂંટણીલક્ષી કામગીરીમાં કેવી રીતે સક્રિય કરવા તે અંગે ચર્ચા થઈ શકે છે. ચૂંટણી પહેલાં જ બુથ સ્તર સુધી સંગઠનને સક્રિય કરવું અને સ્થાનિક નેતાઓની જવાબદારી નક્કી કરવી પણ પક્ષ માટે મહત્વનો વિષય બની શકે છે.
આ ઉપરાંત ૧૯ નવેમ્બરના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ રણદીપ સુરજેવાલા બેઠક યોજશે. પૂર્વ ધારાસભ્યોને પોતાના વિસ્તારોની રાજકીય Âસ્થતિ અને સ્થાનિક પ્રશ્નોનો અનુભવ હોવાથી તેમની સાથેની ચર્ચા આગામી ચૂંટણીની તૈયારીમાં ઉપયોગી બની શકે છે. કયા વિસ્તારોમાં પક્ષની Âસ્થતિ મજબૂત કરવાની જરૂર છે, સ્થાનિક સ્તરે કયા મુદ્દાઓ જનતા સાથે જાડાયેલા છે અને ચૂંટણીમાં કઈ રીતે આગળ વધવું તે અંગે સૂચનો મેળવવામાં આવી શકે છે.
તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જાડાશે તેવી ચર્ચાઓએ જાર પકડ્યું હતું. પરંતુ થોડા સમય બાદ કોંગ્રેસ દ્વારા આ બાબતે કોઇ પણ સ્પષ્ટા કરવામાં ના આવતા હવે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જાડાશે કે નહીં તે જાવું રહ્યું. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે આ પ્રવાસ માત્ર બેઠકો પૂરતો સીમિત નહીં રહે, પરંતુ પક્ષની આગામી રાજકીય દિશા નક્કી કરવા માટે પણ મહત્વનો બની શકે છે. ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે ત્યારે કોંગ્રેસ સામે સંગઠનને ફરી સક્રિય કરવાનો અને મતદારો સુધી પહોંચવાનો પડકાર રહેશે. બીજી તરફ ભાજપ પણ આગામી ચૂંટણીને હળવાશથી લેવાના મૂડમાં નહીં હોય અને પોતાની રણનીતિ મુજબ તૈયારીઓ આગળ વધારશે. રાજકીય પક્ષો માટે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, સ્થાનિક નેતાઓની ભૂમિકા, જનતાના પ્રશ્નો અને સંગઠનની મજબૂતી જેવા મુદ્દાઓ મહત્વના બની શકે છે.